ઈતિહાસ
પૂર્વ ભૂમિકા
ભારત માં નગરોની સ્થાપના અને વિકાસ મુખ્યત્વે નદી કિનારે થયેલ છે."હસ્તમિતિ " – હાથમતી નદી તીરે "મહર્ષી પિપ્પલાદ" નો આશ્રમ સ્થપિત થતા તેના વિદ્યાર્થી ઓ માટે "ગૃહસ્થો ના જનપદ" નો વિકાસ થયો. એક આશ્રમ ની કલ્પના માં "કર્નાકુતીઓના સમૂહ"હોવાની કલ્પના ગલત છે. પ્રત્યેક આશ્રમ હાલની રેસીડેન્સલ યુનિવર્સીટી જેવો હતો, જેની રોજીંદી જરૂરિયાત ગાય, ખેતી અને ગૃહસ્થનો ઘરેથી ભિક્ષાથી થતો.
૧) "મહર્ષી પિપ્પલાદ " હિમતનગર જનપદ ના સ્થાપક કેવી રીતે?
માત્ર પીપળ ના પણ ખાઈ ને જીવન નિર્વાહ કરવા માત્ર થી "મહર્ષી પિપ્પલાદ" નો ઉલ્લેખ શ્રીમદ ભાગવત જેવા ઐતિહાસિક પૌરાણીક ગ્રંથ માં થયેલ છે.તેમને ભારતભર માં ખ્યાતી પ્રાપ્ત કરી હતી. શ્રીમદ ભાગવત પૌરાણીક ભક્તિ ગ્રંથ હોવા ઉપરાંત તેમાં સર્વ માનું, રાજા, મહાર્શીઓ નો ઉલ્લેખ તથા તેમની વંશાવલી હોવાથી ઐતિહાસિક સંદર્ભ નો મહત્વનો સ્ત્રોત્ર છે.
૨) વહીવંચા તથા દંતકથા આદિ પ્રમાણ:
હિમતનગર થી માત્ર ૩ કી.મી પર પીપ્લોડી ગ્રામ નિવાસીઓના વહીવંચાઓના ચોપડા ઓ માં "પિપ્પલાદ ઋષિ" નો ઉલ્લેખ છે, તેવો તે ગામ ના અગ્રણી શ્રી જાલમસિંહ ધ્વારા આ લેખક ને અપાયેલ. તે પછી નું સંશોધન હાથ ધરતા હસ્ત્મતી-હાથમતી નદી નો હાજરી વર્ષ પૂર્વે ત્યાં પ્રવાહ વહેતો હતો. તેના પ્રમાણ રૂપે નગરપાલિકા તથા અન્યોએ કરેલ બોર માં ૪૦ થી ૮૦ ફૂટે પાણી, રેતી અને નદી ના પથ્થર મળેલ છે. નદી ઓ ૫૦ થી ૧૦૦ વર્ષે પોતાના વહેણ બદલે છે, તે જાનીતી વાત છે.
૩) હિમતનગર ના વિકાસ માં તેનું વ્યૂહાત્મક મહત્વ :
મહાભારત કાળ અને તે પછી "ઇન્દ્રપ્રસ્થ" હાલ નું દિલ્હી ને કેન્દ્ર નું સ્થાન મળતા ત્યાં જવાના રાજમાર્ગ હિમતનગર થી પસાર થતો.બ્રહ્માજી ની રાજધાની બ્રહ્મક્ષેત્ર તથા અન્ય મહત્વના સ્થાન પુષ્પકર તીર્થ જવાના ત્રિભેટા પર હિમતનગર પર સ્થિત છે."મહર્ષી પિપ્પલાદ" ના દેહાવસાન બ આ જન્મ્પદ ના વિકાસ-વિનાશ ની માહિતી અપ્રાપ્ય છે.પણ ગુજરાત ના સુલતાન અહમદશાહે "હિમતનગર" ની મહતા પીછાની ત્યાં પોતાનું થાણું અને ટંકશાળ બનાવવાના ઉલ્લેખો છે.
૪) સ્થાપત્ય-દેવાલયો નું પ્રમાણ : શ્રી હરશિદ્ધ માતાજી મંદિર
આક્રમણખોર હુનોને પરાજિત કરી વિક્રમ સંવતની સ્થાપના કરનાર વીર વિક્રમે "હસ્તમતી" – હાથમતી નદી તીરે પોતાના સૈન્ય ને સાથે પડાવ નાખ્યો ત્યારે સદાય પોતાની સાથે રાખેલ જગદંબા હરસિદ્ધિ નું અહી પૂજા અર્ચના કરેલ, જેની બાદ માં લોકો એ શ્રી હરસિદ્ધ માતાજી મંદિર ની સ્થાપના કરી. તેથી ૨૦૦૦ વર્ષ ની પ્રાચીનતા ગણાય.હિમતનગર ની આ "અધિષ્ઠા ની દેવી: તરીકે ઇડર ના રાજાઓએ પણ સ્વીકાર કરેલ હોઈ આજે પણ રાજમહેલ અને નગરના ગરબા અહી વળાવાય છે.આ મદિરની ચારે તરફ જીનાલય,ખાખચોક મંદિર, તથા ભોલેશ્વર મંદિર છે. જે ૧૦૦૦ કરતા વધુ પ્રાચીન હોવાનું તેના સ્થાપત્ય થી જણાય છે.
૫) હિમતનગર નું હસ્તાવરણ:
ઇડર અને હિમતનગર સદાય રાજપૂતો ના શાશન માં રહ્યા છે.અહમદશાહે અહી થાણું નાખ્યા પછી રાયગઢ ના રાજા રાયસિંહ નું શાશન હતું. ઇડર નરેશ ની સાથે પોતાની પુત્રી ના લગ્ન પ્રસંગે રાજા રાયસિંહ એ સમયે અહમદનગર – અમનગર તરીકે ઓળખાતું આ નગર ઇડર નરેશ ને દાયજા માં આપ્યું ત્યારથી તે ઇડર રાજ્યનો ભાગ રહેલ છે.જેની મહત્તા પીછાની સર પ્રપાતે ઇડરની રાજધાની હિમતનગર માં લાવ્યા અને તે સમયે માત્ર ૬,૬૨૬ ની વસ્તી વાળું આ નગર હાલ ૫૬,૦૦૦ કરતા વધુ વસ્તી ધરાવે છે.
મહારાજાનું સમાધિ સ્થળ | હિમતનગર નું હસ્તાવરણ | હાથમતી ડેમ |
- સંવત ૧૪૮૨ ઈ.સ ૧૪૨૬ માં રાજા પુંજાજી એ ખંડની આપવાનું બંધ કરી "અહમદશાહ" સામે બંદ ઉઠાવ્યું. રાવ પુંજાજી ઉપર દાબ બેસાડવા સારું હાથમતી નદીના કિનારે ટેકરા ઉપર એક વિશાળ કિલ્લો બનાવી તે ઠેકાણે એક શહેર વસાવ્યું તેનું નામ "અહમદનગર" પડ્યું.
- અહમદનગર ઈ.સ ૧૪૨૭ સંવત્ ૧૪૮૩ માં વસાવી કિલ્લો બંધાવ્યા નું કહેવાય છે.
- આ અહમદનગર નામ હાલ માં "હિમતનગર" રાખવામાં આવેલ છે કારણકે દક્ષીણ માં અહમદનગર નામ નું મોટું શહેર છે. તેથી ઘણી વખત ભૂલ થી ત્યાંથી ટપાલ અહી આવતી અને અહી ની ટપાલ ત્યાં જતી આ પ્રમાણે થવાથી ઘણા જરૂરી કાગડો મોડા વહેલા મળવાથી મુશ્કેલી ઉભી થતી તેથી સને ૧૯૧૨ ની સાલથી શ્રી બડા મહારાજ કુમાર શ્રી હિંમતસિંહજી સાહેબના નામથી "હિમતનગર" આવું આ શહેર નું નામ રાખવામાં આવેલું છે.
- હિમતનગર અસલ તો સુલતાન અહેમદ પહેલા એ ઈ.સ ૧૪૨૬ માં રાવને અંકુશમાં રાખવા માટે સ્થાપ્યું હતું. સુલતાને આ નગર બહુજ ગમતું હતું તેથી તેને અહમદનગર નામ આપ્યાનું કહેવાય છે . અત્યારે પણ મોટી ઉંમર ના લોકો હિમતનગર ને અમનગર કહે છે.ત્યાર બાદ ૧૮૪૮ માં ઇડર ના રાજાએ તે રાજ્ય પાછુ મેળવ્યું અને ઇડર ના મહારાજા શ્રી હિમતસિંહજી ના નામ પર લગભગ ઓક્ટોમ્બર ૧૯૧૯ ના અરસા માં આપ્યું.
- રાજ્ય ની મુખ્ય રાજધાની પ્રથમ ઇડર હતી. પરંતુ ત્યાંથી હવાપાણી પ્રતિકુળ માલુમ પડવાથી ઇડર સ્વસ્થાન ની રાજધાની હાલ સને ૧૯૦૨ ની સાલથી "અહમદનગર" માં લાવવામાં આવી છે. અને જે સ્થળે ઉપરોક્ત બાદશાહી પુરાના કિલ્લાનું ખંડેર હતું તેજ સ્થળે ઉત્તમ પ્રકાર નો ભવ્ય રાજમહેલ બાંધવામાં આવ્યો છે.
વર્તમાન શહેર
- હિંમતનગર ગુજરાત રાજ્ય માં સાબરકાંઠા જિલ્લામાં વસેલું એક શહેર છે જીલ્લા નુ વડુ મથક તરીકે પણ ગણાય છે. નામ શાબ્દિક રીતે "હિંમત દાખવાતું" પણ થાય છે. આ શહેર હાથમાટી નદી ના કિનારે આવેલું છે.
- હિંમતનગર શહેર નુ નામ રાજા હિંમતસિંહ ના નામ પરથી રાખવા માં આવું જ્યાં રાજા હિમ્મત સિંહ ના શહેર બે મહેલો આવેલા છે. મોતીપુરા, મેહ્તાપુરા, મહાવીરનગર, પોલોગ્રાઉન્ડ ની મુખ્ય વિસ્તારોમાં ગણતરી થાય છે,
- અહિયા નવરાત્રી, દિવાળી, રમઝાન અને ઉતરાયણ જેવા તહેવાર ની ઉલ્લાસભેર ઉજવણી થાય છે એવું પણ માનવામાં આવે છે કે "અગ્નિહોત્રી શાળા" ની હિંમતનગર નજીક મહાભારતના સમય દરમ્યાન સ્થાપના થઇ હતી. હિંમતનગર શેહર શ્રેષ્ઠ હોર્સ તાલીમ કેન્દ્ર માટે પણ પ્રસિદ્ધ છે, તેમજ તે ઉત્તર ગુજરાત નુ એક ઐતિહાસિક શહેર છે.
- હિંમતનગર મા રેલવે સ્ટેશન અને બસ ડેપો પણ વિકસાવવા માં આવેલા છે. હિંમતનગર નેશનલ હાઇવે નં.૦૮ (દિલ્હી મુંબઇ) સાથે જોડાયેલ છે.
જાણીતા મહાનુભાવો
મહારાજા હિંમતસિંહજી
- મહારાજા દોલતાસિંહજી ના અવસાન પછી ઇડરની રાજ્ય ગાદી ઉપર બિરાજમાન થયા .
- મહારાજા હિંમતસિંહજીનો જન્મ સંવત ૧૯૫૬ ના મારવાડી ભાદરવા વદી ૧૩ શનિવાર ઈ.સ ૧૮૯૯ ના સપ્ટેમ્બર મહિનાની બીજી તારીખે જોધપુર મુકામે થયો હતો કેટલાક માં શ્રાવણ વદી ૧૩ ને શનિવાર નો પણ ઉલ્લેખ છે .
- સંવત ૧૯૮૭ના વૈશાખ સુદ ૧૩ ને ગુરુવાર તા. ૩૦ માહે એપ્રિલ સને. ૧૯૩૧ ના રોજ રાજ્યાભિષેક થયો હતો .
- રાજ્યાભિષેક વખતે મહી કાંઠાના મહેરબાન પોલીટીક એજેંટ મેજર ગોરડન સાહેબ હાજર હતા આ મહારાજા સાહેબને રાજ્ય ની પૂર્ણ સત્તાથી રાજ્ય વહીવટ ચલાવે તેવો નામદાર હિંદુસ્તાનની સરકાર નો જારીતો મહી કાંઠાના મહેરબાન પોલીટીક એજેંટ મેજર ગોરડન સાહેબે પધારી દરબાર ભરી તા. ૧૧-૦૭-૧૯૩૧ ના રોજ અર્પણ કર્યો હતો .
- સ્કૂલો ની સ્થાપના કરી
- એગ્રીકલ્ચર ડીપાર્ટમેન્ટ ખોલી તે જ્ઞાન ના અનુભવી એગ્રીકલ્ચર સુપ્રિટેન્ડન્ટ રાજ્યના દરેક તાલુકા માં ફરી ખેડૂતો ને માહિતી આપતા . તથા એગ્રીકલ્ચર સ્કુલ સ્થાપી .
- વિલેજ અપલીફ્ટ , નીટિંગ , ટેઈલરીંગ વિગેરે ક્લાસો ખોલવામાં આવ્યા.
- રાજધાનીનું નગર જુના કાળથી ખંડેર જેવું લાગતું હતું એ હિંમતનગરને સુધારી ને સુંદર નગર બનાવ્યું . જુદી જુદી કચેરીઓના મકાનો બનાવ્યા .
- મ્યુનિસિપાલીટીઓ અને લોકલ બોર્ડ તથા ગ્રામ પંચાયતો સ્થાપી.
- શહેર વીજળીની બત્તીઓ સ્થળે સ્થળે રાખવામાં આવી .
- શહેરની પ્રજાને પાણી પૂરું પાડવા નળની યોજના અમલમાં મૂકી .
- શહેર ની મધ્ય ભાગમાં સુંદર ટાવર તેમજ લાયબ્રેરીનું મકાન બનાવ્યું .
- મહારાજા પાસે પાંચ એર ક્રાફ્ટ (વિમાન) હતા જેમાંથી એક એર ક્રાફ્ટ નો ઉપયોગ એર એમ્બુલન્સ સર્વિસ માટે હિંમતનગર થી અમદાવાદ દર્દીઓને અરજન્ટ સેવાઓ માટે થતો હતો .
- મહારાજા હિંમતસિંહજી સાહેબને બે પુત્રો હતા .
- ૧. જયેષ્ઠ પુત્ર શ્રી ને. નામદાર બડા મહારાજા કુમાર શ્રી દલજીતસિંહજી સાહેબ .
- ૨. બીજા પુત્ર શ્રી ને. નામદાર અમરસિંહજી સાહેબ .
- ઇડર સ્ટેટ મર્જ થયા સુધી રાજ્ય કર્યું.
- તા . ૨૪-૧૧-૧૯૬૦ માં મહારાજા શ્રી દેવલોક પામ્યા તેઓનો અગ્નિસંસ્કાર પબ્લિક પાર્કમાં કરવામાં આવ્યો હતો જ્યાં તેઓની યાદગીરી સ્વરૂપે સમાધિ બનાવેલ છે .
STAPATYO ANE KALA
જોવાલાયક સ્થળો
- હિંમત શોપિંગ મોલ
- વાવો
- હનુમાન મંદિર
- ભોલેસ્વર મંદિર
- પેલેસ
- બગીચા
- બેરણા મંદિર
- સાબર ડેરી
- સ્ટાર સીટી મલ્તિપ્લેક્ષ્
- વક્તાપુર(હનુંમાન મંદિર)
- સાઈ મંદિર
- મીની પાવાગઠ
- જલારામ મંદિર
No comments:
Post a Comment